ready plotting scheme for sale @ palitana, gujarat
*જૈન નગરી પાલીતાણા માં પ્લોટિંગ સ્કીમ વેચવાની છે*
ટોટલ ૧૨૪ પ્લોટ્સ
૨૨૫૦૦ ટોટલ એરિયા
૪૦૦૦ નો ભાવ
ડેવલોપ કરેલી જગ્યા
ટોટલ ટાઈટલ કલીયર
*Plotting Scheme For Sell Jain Nagri Palitana*
22500 Sq.yard
Price : 4000 Per sq.yard
Devlop land
Tital clear
best for residence or farm house and investment
for more property update link our facebook page :-
https://www.facebook.com/realestatepropertyinahmedabad/
FOR NEW SCHEME AND INVESTMENT OPTIONS
SUBSCRIBE OUR YOUTUBE CHANNEL :-
https://www.youtube.com/@priydeeprealestate4529
Bhagwan bahubali Statue at songadh
ભગવાનની પ્રતિમા પર મીની હેલીકોપ્ટર દ્વારા ફુલ વર્ષા
સિહોર તાલુકાના સોનગઢ ગામ પ.પુ.કાનજીસ્વામી સહીતના જૈન તીર્થ ધામ છે. જેમાં જૈન સમાજ દવારા આતુરતા પૂર્વક જેની રાહ જોવાતી હતી તે બાહુબલી ભગવાનની ભવ્ય મૂર્તિ પહોંચતા સોનગઢનાં બસ સ્ટેશનથી કુંદકુંદ કહાનગુરૂ દિગમ્બર સ્વાધ્યાય ટ્રસ્ટ તેમજ હજારો જૈન સમાજના લોકો દવારા ઠોલ-નગારા, બેન્ડવાજા, હાથી, રાસમંડળીઓ સાથે ભવ્ય સામૈયુ કરી પુજા-અર્ચના કરી ભગવાન બાહુબલીને આવકારેલ હતા.સોનગઢમાં બાહુબલી ભગવાન આવેલ છે તે સમાચાર વાયુવેગે પ્રસરતા સોનગઢ તેમજ આજુબાજુના ગામોનાં લોકો ભગવાનના દર્શનાથે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
સોનગઢનાં પો.સ.ઇ.વી.એ.દેસાઇ તેમજ પોલીસ સ્ટાફે સુંદર બંદોબસ્ત જાળવ્યો હતો સિહોર તાલુકાના સોનગઢમાં આવેલ ભાનુવાડીની વિશાળ જમીનમાં જંબુદ્રપિ તથા બાહુબલી જિનાલયનું ભવ્ય નિર્માણ થશે.તેના અનુંસધાને આ બાહુબલી જિનાલયમાં દુનિયાની દ્વિતિય નંબરની ૪૩ ફુટની બાહુબલી ભગવાનની પ્રતિમાની સ્થાપના થશે.તેમજ સાથે - સાથે ૧૩૧ નાની-મોટી ભગવાનની પ્રતિમાઓનું નિર્માણ થશે. આગામી દિવસોમાં ભાનુવાડી ખાતે ભવ્ય પ્રતિષ્ઠા-મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
આ ભવ્ય પ્રતિમા ૪૩ ફુટ ઉચાંઇ, ૧૯૫ ટન વજન ધરાવતી આ ભગવાન બાહુબલીની મુર્તિને બનાવવાનો ખર્ચ ૧ કરોડ ૨૦ લાખ થયેલ.જેમાં જૈન સમાજના દાતા રસિકભાઇ ડંગરીક (મુંબઇ)એ ૬૦ લાખ તેમજ ધીરજબેન બાબુભાઇ શાહ (મુંબઇ)એ પણ ૬૦ લાખનું દાન આપી આ ગુજરાતની પ્રથમ ભવ્ય બાહુબલી ભગવાનની પ્રતિમાનું નિર્માણ થયેલ છે. આ પ્રતિમા ૪૦ ફુટ ટેકરી ઉપર સ્થાપિત કરવામાં આવશે. આ પ્રિતષ્ઠા મહોત્સવ પ્રસગના અનુંસધાને આ કાર્યક્રમમાં લાખોનું દાતાઓ દ્વારા દાન જાહેર કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં ટ્રસ્ટ દ્વારા ભગવાનની બાહુબલીની પ્રતિમા બનાવનારથી માંડી ટ્રાન્સપોર્ટ કંપનીના લોકોનું સન્માન કરાયું હતું. જેમાં જૈન સમાજનાં આગેવાનો, દાતાઓ, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિતના હજારોની સંખ્યામાં જૈન સમાજ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના રાજુભાઇ કામદાર, પવનકુમાર જૈન સહિતના ભારે જહેમત ઉઠાવેલ હતી.
ભગવાન બાહુબલીનો અનોખો મહિમા...
જૈનોનાં ૨૪ તિથઁકરમાં પ્રથમ શ્રી આદિનાથ પ્રભુ (ઋષભ દેવ) થયા તેમનાં ૧૦૦ પુત્રોમાં પ્રથમ ભરત હતા. અન્યમાં બાહુબલી પ્રથમ કામદેવ હતા અને વૃષભસેન પ્રથમ ગણદાર હતા. ભગવાન ઋષભદેવનાં અઠ્ઠાણુ પુત્રોએ દીક્ષા અંગીકાર કરી ભરત મહારાજાએ શાસન સંભાળ્યું.
બાહુબલીએ ભરત મહારાજાની શરણાગતિ ન સ્વીકારી તેમજ દીક્ષા અંગીકાર ન કરી તેથી બન્ને ભાઇઓ વચ્ચે દ્રિષ્ટ યુદ્ધ, જલ યુદ્ધ અને મલ્લયુદ્ધ થયું. જેમાં બાહુબલી વિજેતા થયા. ત્યારબાદ બાહુબલીએ દીક્ષા અગીકાર કરીને એક વર્ષ ધ્યાનમાં રહીને અદ્દભુત તપ કર્યું. બાહુબલી ભગવાન પ્રથમ તિર્થકર ઋષભદેવ પહેલા મોક્ષે ગયા હોવાથી જૈનોમાં તેમની મહત્તા ઘણી છે.
બાહુબલી ભગવાનને મીની હેલીકોપ્ટર દ્વારા ફુલ વર્ષા
સોનગઢ ગામે જ્યારે બાહુબલી ભગવાનનું ભવ્ય સામૈયુ થઇ રહયુ હતુ ત્યારે જૈન સમાજનાં એક ભકત દ્વારા રીમોર્ટકન્ટ્રોલ થી ચાલતુ મીની હેલીકોપ્ટર ઉડાડી બાહુબલી ભગવાનની મુર્તિ પર ફુલ વર્ષા કરવામાં આવી હતી.
નેશનલ એવોર્ડ વિજેતા શીલ્પીકાર...
આ ૪૩ ફુટની ભગવાન બાહુબલીની મૂર્તિ બનાવનાર કર્ણાટકનાં શિલ્પીકાર અશોકભાઇ ગુડીગરએ બનાવેલ છે.આ શિલ્પીકાર ને ૧૯૯૨ માં ભારત સરકાર દ્વારા નેશનલ એવોર્ડ આપવામાં આવેલ છે.તેમજ કણૉટક સ્ટેટ એવોર્ડ પણ મળેલ છે. આ અશોકભાઇ ની મુર્તિ બનાવવાની કલાકારીગરી ને જૈન સમાજે પ્રશંસા કરી તેનો આભાર વ્યક્ત કરેલ હતો. શિલ્પકાર સોનગઢમાં પ્રવેશતા અને આટલી મોટી માનવમેદની જોઇ ખુશી વ્યક્ત કરી હતી.
# real estate property in ahmedabad
# residential plot best for investment near ahmedabad
# ready plotting scheme for sale @ palitana, gujarat
# real estate broker in ahmedabad